Life Good Scholarship Scheme: નમસ્કાર મિત્રો, તમને જણાવીએ કે લાઈફ ગુડ શિષ્યવૃતિ યોજના એ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે સહાય આપવા ચલાવવામાં આવે છે. આ યોજનામાં વિદ્યાર્થીઓને રૂપિયા 1 લાખ સુધીની શિષ્યવૃતિ મળે છે. આ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેની છેલ્લી તારીખ 23 મે 2024 છે. આજના આ લેખમાં અમે તમને લાઈફ ગોડ સ્કોલરશીપ યોજના વિશે જણાવીશું તેમ જ તેમાં અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા પણ બતાવીશું.
મિત્રો લાઈફ ગુડ સ્કોલરશીપ યોજનાએ એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ચલાવવામાં આવે છે. આ કંપની દ્વારા આર્થિક રૂપે નબળા પરિવારના અભ્યાસ કરી રહેલા બાળકોને આર્થિક સહાય કરવાના ઉદ્દેશ્યથી આ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીને રૂપિયા એક લાખ સુધીની શિષ્યવૃતિ આપવામાં આવે છે. જેમાં તમે ઓનલાઇન અરજી કરીને લાભ લઇ શકો છો.
પાત્રતા
- વિદ્યાર્થી ભારતના કોઈપણ કોલેજ અથવા સંસ્થામાંથી ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ કરતો હોવો જોઈએ.
- કોલેજના પ્રથમ વર્ષમાં હોય તેવા વિદ્યાર્થીઓને બારમા ધોરણમાં ઓછામાં ઓછા 60 ટકા મેળવેલા હોવા જોઈએ.
- જ્યારે બીજા ત્રીજા અને ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહેલા કોલેજના વિદ્યાર્થીઓને પોતાના પાછળના શૈક્ષણિક પક્ષમાં ઓછામાં ઓછા 60 ટકા મેળવેલા હોવા જોઈએ
- યોજનાનો લાભ લેનાર વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક ₹8,00,000 થી વધારે હોવી જોઈએ નહીં.
જરૂરી દસ્તાવેજ
- ધોરણ 12 ની માર્કશીટ અને પાછળના વર્ષ કે સેમેસ્ટરની માર્કશીટ
- રહેઠાણનો પુરાવો
- કુટુંબની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- ITR રજીસ્ટ્રેશન
- પગારની પાવતી
- રેશનકાર્ડ
- તાલુકા વિકાસ અધિકારી દ્વારા સહી કરેલ આવકનું પ્રમાણપત્ર.
- ગ્રામ પંચાયત દ્વારા સહી કરેલ પ્રમાણપત્ર
- કોલેજ અથવા સ્કૂલનું આઇડી કાર્ડ
- અરજી ફીની પાવતી
- બોનોફાઇડ સર્ટિફિકેટ
- બેંક પાસબુક
- પાસપોર્ટ સાઇઝ ફોટો
લાઈફ ગુડ સ્કોલરશીપ લેવા માટે અરજી કેવી રીતે કરવી ?
- આ સ્કોલરશીપ માં ભાગ લેવા તમારે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
- અરજી કરવા માટે સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે જેની લીંક નીચે આપેલી છે.
- હવે તમારે પોતાના મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી દ્વારા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ પણ અપલોડ કરો.
- છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો અને આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢો.
- જ્યારે મેરીટ યાદી બહાર પડશે અને તમારો નંબર હશે તો તમને જાણ કરવામાં આવશે.
Life Good Scholarship- Apply Now
Read More- Agriculture Recruitment 2024: કૃષિ વિભાગમાં પરીક્ષા વિના ભરતી, આ રીતે અરજી કરો
Hii
Scholarship recipients