DUD Bharti : નમસ્કાર મિત્રો, શહેરી વિકાસ વિભાગ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. આ જાહેરાત 28 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવેલી છે. જાહેરાત માં જણાવ્યા મુજબ 760+ થી વધારે પદો પર ભરતી નું આયોજન કરેલું છે. આજના આ લેખમાં અમે તમને શહેરી વિકાસ વિભાગ દ્વારા આયોજિત ભરતી વિશે તેમાં માહિતી આપીશું.
પોસ્ટનું નામ અને પદોની સંખ્યા
શહેરી વિકાસ વિભાગ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જુનિયર આસિસ્ટન્ટ ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતીમાં ઉમેદવારો એ ઓફલાઈન અરજી કરવાની રહેશે.
શહેરી વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ ભરતીમાં જુદા જુદા કુલ 760 પદો પર ભરતીનું આયોજન કરેલું છે. જેની વધારે માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.
વય મર્યાદા
ઉમેદવારની વય મર્યાદા ન્યૂનતમ 18 વર્ષ તેમજ મહત્તમ ૨૫ વર્ષ રાખવામાં આવેલી છે. તેમજ સરકાર ના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવેલી છે. આ વય મર્યાદા ધરાવતા ઉમેદવાર ભરતીમાં અરજી કરી શકે છે.
શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાકાત પર મુજબ જુદી-જુદી રાખવામાં આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાત 12 મુ ધોરણ પાસ રાખવામાં આવેલું છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા શાળામાંથી 12મું ધોરણ પાસ કરેલું હોય તે આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.
પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ
શહેરી વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ ભરતીમાં જે ઉમેદવાર અરજી કરે છે તો તેની પસંદગી માટે કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં પરંતુ તેમની મેરીટના આધારે પસંદગી કરવામાં આવશે.
શહેરી વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ ભરતીમાં જે ઉમેદવારોની પસંદગી થાય છે તેમને નિયમ મુજબ માસિક રૂપિયા 19,900થી 63200 પગાર ચૂકવવામાં આવશે.
Read More- High Court Clerk Recruitment 2024: હાઈકોર્ટ ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી, જાણો પગાર અને મહત્વની તારીખો
જરૂરી તારીખ
ડિપાર્ટમેન્ટ ઓફ અર્બન ડેવલોપમેન્ટ દ્વારા આયોજિત આ ભરતી ની નોટિફિકેશન 28 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવેલી છે જેમાં અરજી કરવાની શરૂઆત 28 માર્ચ 2024 રાખવામાં આવેલી છે તેમજ તેની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે.
જરૂરી દસ્તાવેજ
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- ચૂંટણી કાર્ડ
- ડિગ્રી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- સિગ્નેચર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- અન્ય જરૂરી દસ્તાવેજ
અરજી પ્રક્રિયા
- આ ભરતીમાં ઉમેદવારોએ ઓફલાઈન અરજી કરવાની રહેશે.
- સૌપ્રથમ તમારે તેની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.
- તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો
- તેની સાથે જરૂરી દસ્તાવેજ અટેચ કરો.
- અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2024 છે.
- અરજી તમારે નીચેના સરનામા પર મોકલવાનું રહેશે.
સરનામુ -સહાયક પ્રોગ્રામર, શહેરી વિકાસ વિભાગ, સરકાર. દિલ્હીના એનસીટીનું, 9મું સ્તર, “સી” વિંગ, દિલ્હી સચિવાલય, આઈ.પી. એસ્ટેટ, નવી દિલ્હી – 110002
DUD Recruitment 2024 – Apply Now
Read More- Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસમાં મોટી ભરતી, 12,000+ જગ્યા