ગુજરાતમાં વરસાદની આગાહી: વીજળીના કડાકા સાથે વરસાદની હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

ગુજરાતમાં વરસાદની આગાહી (Heavy Rain in Gujarat): હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આજે, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

આજની વરસાદની આગાહી | Heavy Rain in Gujarat

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે વરસાદ પડી શકે છે.

સોમવારની આગાહી:

સોમવારે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

Read More: હવે નહીં રહે કોઈ ટેન્શન હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમ થશે ફટાફટ, સરકારે નવો નિયમ બનાવ્યો

નવસારીમાં વરસાદની સ્થિતિ:

નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેરા અને મીંઢોળા નદીઓમાં નવા નીર આવ્યા છે. કાવેરી નદીની જળ સપાટી 12 ફૂટ સુધી પહોંચી ગઈ છે. જલાલપોર તાલુકાનું ખરસાડ ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે.

વલસાડમાં વરસાદની સ્થિતિ:

વલસાડ જિલ્લામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. વલસાડ તાલુકામાં 5.5 ઇંચ વરસાદ પડતાં જનજીવન પ્રભાવિત થયું છે. વલસાડ તાલુકાના લીલાપુર સ્ટેટ હાઇવે પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકો અટવાયા હતા. કેટલાક ગામોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિકોમાં મહાનગરપાલિકાની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.

ભારે વરસાદની ચેતવણી:

હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદની ચેતવણી આપી છે. લોકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવે છે.

Read More: Solar System: હવે મોબાઈલ ફોનની કિંમતે Luminous સોલાર સિસ્ટમ ઈન્સ્ટોલ કરો

Leave a Comment