Life Good Scholarship Scheme: વિદ્યાર્થીને મળશે રૂપિયા 1,00,000 ની શિષ્યવૃત્તિ, અહીંથી ફોર્મ ભરો

Life Good Scholarship Scheme: નમસ્કાર મિત્રો, તમને જણાવીએ કે લાઈફ ગુડ શિષ્યવૃતિ યોજના એ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે સહાય આપવા ચલાવવામાં આવે છે. આ યોજનામાં વિદ્યાર્થીઓને રૂપિયા 1 લાખ સુધીની શિષ્યવૃતિ મળે છે. આ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેની છેલ્લી તારીખ 23 મે 2024 છે. આજના આ લેખમાં અમે તમને લાઈફ ગોડ સ્કોલરશીપ યોજના વિશે જણાવીશું તેમ જ તેમાં અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા પણ બતાવીશું.

મિત્રો લાઈફ ગુડ સ્કોલરશીપ યોજનાએ એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ચલાવવામાં આવે છે. આ કંપની દ્વારા આર્થિક રૂપે નબળા પરિવારના અભ્યાસ કરી રહેલા બાળકોને આર્થિક સહાય કરવાના ઉદ્દેશ્યથી આ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીને રૂપિયા એક લાખ સુધીની શિષ્યવૃતિ આપવામાં આવે છે. જેમાં તમે ઓનલાઇન અરજી કરીને લાભ લઇ શકો છો.

પાત્રતા

  • વિદ્યાર્થી ભારતના કોઈપણ કોલેજ અથવા સંસ્થામાંથી ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ કરતો હોવો જોઈએ.
  • કોલેજના પ્રથમ વર્ષમાં હોય તેવા વિદ્યાર્થીઓને બારમા ધોરણમાં ઓછામાં ઓછા 60 ટકા મેળવેલા હોવા જોઈએ.
  • જ્યારે બીજા ત્રીજા અને ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહેલા કોલેજના વિદ્યાર્થીઓને પોતાના પાછળના શૈક્ષણિક પક્ષમાં ઓછામાં ઓછા 60 ટકા મેળવેલા હોવા જોઈએ 
  • યોજનાનો લાભ લેનાર વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક ₹8,00,000 થી વધારે હોવી જોઈએ નહીં.

જરૂરી દસ્તાવેજ

  • ધોરણ 12 ની માર્કશીટ અને પાછળના વર્ષ કે સેમેસ્ટરની માર્કશીટ
  • રહેઠાણનો પુરાવો
  • કુટુંબની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • ITR રજીસ્ટ્રેશન
  • પગારની પાવતી
  • રેશનકાર્ડ
  • તાલુકા વિકાસ અધિકારી દ્વારા સહી કરેલ આવકનું પ્રમાણપત્ર.
  • ગ્રામ પંચાયત દ્વારા સહી કરેલ પ્રમાણપત્ર
  • કોલેજ અથવા સ્કૂલનું આઇડી કાર્ડ
  • અરજી ફીની પાવતી
  • બોનોફાઇડ સર્ટિફિકેટ
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

લાઈફ ગુડ સ્કોલરશીપ લેવા માટે અરજી કેવી રીતે કરવી ?

  • આ સ્કોલરશીપ માં ભાગ લેવા તમારે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • અરજી કરવા માટે સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે જેની લીંક નીચે આપેલી છે.
  • હવે તમારે પોતાના મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી દ્વારા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ પણ અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો અને આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢો.
  • જ્યારે મેરીટ યાદી બહાર પડશે અને તમારો નંબર હશે તો તમને જાણ કરવામાં આવશે.

Life Good Scholarship- Apply Now 

Read More- Agriculture Recruitment 2024: કૃષિ વિભાગમાં પરીક્ષા વિના ભરતી, આ રીતે અરજી કરો

2 thoughts on “Life Good Scholarship Scheme: વિદ્યાર્થીને મળશે રૂપિયા 1,00,000 ની શિષ્યવૃત્તિ, અહીંથી ફોર્મ ભરો”

Leave a Comment