Water Soluble Khatar Sahay Yojana 2024: આપણા દેશમાં રહેતા નાગરિકો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ખેડૂતો માટે મહિલાઓ માટે વિદ્યાર્થીઓ માટે પશુપાલકો માટે જુદી જુદી યોજનાઓ ચલાવવામાં આવે છે. આપણા ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોનું કલ્યાણ થાય તેના માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે. જેમકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના.
ખેડૂતો પોતાના ખેતરમાં જુદા જુદા પાકનું વાવેતર કરતા હોય છે. અને આ પાકને વિકાસ માટે જુદા જુદા તત્વો ની જરૂર પડે છે.જેમાં અમુક પોષક તત્ત્વો જમીનમાં રહેલા હોય છે અને અમુક પોષક તત્ત્વો ખેડૂતોએ બહારથી ઉમેરવા પડતા હોય છે. જેવા નાઈટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, યુરિયા, પોટેશિયમ વગેરે ખેડૂતોઓએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે. ખેડૂતોને રાહત દરે ખાતર મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા Water Soluble Khatar Sahay Yojana 2024 બહાર પાડેલી છે.
યોજનાનું નામ | વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના |
આ યોજનાનો હેતુ | ખેતરમાં વાઘેલા પાકો ની જરૂરી પોષક તત્વો મળી રહે તેના માટે સહાય આપવા. |
સહાયની રકમ | સામાન્ય ખેડૂતો માટે તેમના ખર્ચાના 50% અથવા તો રૂપિયા 10,000 પ્રતિ હેક્ટર અનામત વર્ગના ખેડૂતો માટે ખર્ચાના 75% અથવા રૂપિયા 15000 પ્રતિ હેક્ટર |
લાભાર્થી | ગુજરાત રાજ્યના તમામ લાયકાત ધરાવતા ખેડૂત |
અરજી ની છેલ્લી તારીખ | 28 ફેબ્રુઆરી 2024 |
ઓનલાઇન અરજી કરવી | https://dag.gujarat.gov.in/agr-3.htm |
ઓફિસિયલ વેબસાઈટ | https://dag.gujarat.gov.in/agr-3.htm |
ખાતર સહાય યોજના નો ઉદ્દેશ્ય | Water Soluble Khatar Sahay Yojana 2024
સરકારની આ યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આવક બમણી કરવા તથા ખેતીના ખર્ચને ઘટાડવા માટેનો છે.રાજ્ય સરકાર ખેતીમાં ડ્રીપ ઈરીગેશનનું પ્રમાણ વધે તે હેતુથી વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.
વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના નો લાભ
સરકારની આ યોજના દ્વારા ઘણા બધા લાભ મળે છે તેની યાદી નીચે મુજબ છે.
- ભારત સરકારશ્રીનાં પ્રવર્તમાન ફર્ટીલાઇઝર કન્ટ્રોલ એકટનાં ધારા-ધોરણો મુજબનાં વોટર સોલ્યુબલ ફર્ટીલાઇઝર અધિકૃત સંસ્થા પાસેથી ખરીદી કરવાની રહેશે.
- ખેડૂતોઓએ આ યોજનાનો લાભ લેવા માટે ડ્રીપ ઇરીગેશન હોવા અંગેના પૂરાવા રજુ કરવાના રહેશે.
- સરકારશ્રી દ્રારા ઉત્પાદન / વેચાણ માટે માન્ય કરવામાં આવેલ ખાનગી /જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી Water Soluble Khatar ની ખરીદી કરવાની રહેશે.
- ખેડૂતોને આ સહાયનો લાભાર્થીને એક જ વાર મળવાપાત્ર રહેશે.
- સામાન્ય ખેડુત માટે ખર્ચના 50% મુજબ વધુમાં વધુ રૂ.10000/હેકટર સહાય મળવાપાત્ર થશે. ખેડૂતોને વધુમાં વધુ 1 હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
- અનુસુચિત જન જાતિના ખેડુતો માટે ખર્ચના 75% મુજબ વધુમાં વધુ રૂ.15000/હેકટર સહાય મળવાપાત્ર થશે. ખેડૂતોને આ યોજનામાં વધુમાં વધુ 1 હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
- અનુસુચિત જાતિના ખેડુત માટે ખર્ચના 75% મુજબ વધુમાં વધુ રૂ.15000/હેકટર સહાય મળવાપાત્ર રહેશે. લાભાર્થી ખેડૂતોને વધુમાં વધુ 1 હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના માટેની પાત્રતા
આ યોજના નો લાભ મેળવવા માટે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. જેની પાત્રતા બાગાયતી વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલી છે જે નીચે મુજબ છે.
- આ યોજનાનો લાભ લેનાર ખેડૂત ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂતોઓએ ડ્રીપ ઇરીગેશન હોવા અંગેના પૂરાવા રજુ કરવાના રહેશે. સરકાર દ્વારા ડ્રીપ ઇરીગેશન યોજના ikhedut Portal પર બહાર છે.
- ભારત સરકારશ્રીનાં પ્રવર્તમાન ફર્ટીલાઇઝર કન્ટ્રોલ એકટનાં ધારા-ધોરણો મુજબનાં વોટર સોલ્યુબલ ફર્ટીલાઇઝર અધિકૃત સંસ્થા પાસેથી ખરીદી કરવાની રહેશે.
- સરકારશ્રી દ્રારા ઉત્પાદન / વેચાણ માટે માન્ય કરવામાં આવેલ ખાનગી /જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી વોટર સોલ્યુબલ ખાતરની ખરીદી કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ikhedut Portal પરથી ઑનલાઇન અરજી કરવાની રહેશે.
- ખેડૂતોને લાભાર્થીઓને Water Soluble Khatar Sahay Yojana એક જ વાર મળવાપાત્ર રહેશે.
વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ
- ખેડૂતનુ આધાર કાર્ડ
- ખેડૂતની 7/12 ના દસ્તાવેજની જમીનની નકલ
- ખેડૂતનો જાતિનો દાખલો
- રેશનકાર્ડ ની ઝેરોક્ષ
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- લાભાર્થી ખેડૂત દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બીજા ખેડૂતના સંમતિપત્રક
- જો લાભાર્થી ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના અરજી પ્રક્રિયા | Water Soluble Khatar Sahay Yojana 2024
- સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ
- અહીં યોજના પર ક્લિક કરો.
- હવે અહીં બાગાયતી યોજનાઓ ના વિક્લ્પ પર ક્લિક કરો.
- ભાઈ તમને ઘણી બધી યોજનાની યાદી મળશે જેમાં ફળ પાકોના વાવેતર વિભાગ યોજના પર ક્લિક કરો.
- હવે તેમાં “બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય” માં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
- હવે તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
- જો તમે આ યોજનામાં પહેલેથી રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતે Online Application માં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- હવે લાભાર્થીએ ફરીથી એક વાર વિગતો ચેક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે.
- એક વાર અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તે બાબતનું ધ્યાન રાખવું
- લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
- ખેડૂતો દ્વારા પ્રિન્ટ મેળવ્યા બાદ સહી-સિક્કા કરાવવાના રહેશે.
- ત્યારબાદ ikhedut Portal પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
- આ એપ્લીકેશન ફોર્મની ઍક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.