Amul Curd Price Hike: આણંદ સ્થિત ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશન-આણંદ દ્વારા અમૂલ બ્રાન્ડનાં ગોલ્ડ, શક્તિ, ટી-સ્પેશિયલ, કાઉ મિલ્ક, બફેલો મિલ્કના ભાવોમાં 3જી જૂનથી પ્રતિ લીટર 1 થી 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત, દિલ્હી અને એનસીઆરમાં પ્રતિદિન લાખો લીટર દૂધનું વેચાણ થતું હોવાથી માત્ર 1 થી 3 રૂપિયાનો ભાવ વધારો પણ લોકોના ખિસ્સા પર મોટું આર્થિક ભારણ ઊભું કરે છે.
મસ્તી દહીંના ભાવમાં વધારો
આ ભાવ વધારા બાદ હવે ફેડરેશને અમૂલ મસ્તી દહીં બ્રાન્ડના ભાવોમાં પણ વધારો કર્યો છે. મસ્તી દહીંના 200 ગ્રામના પેકેટની કિંમત હવે 18 રૂપિયાને બદલે 19 રૂપિયા થઈ ગઈ છે. 200 ગ્રામના બકેટની કિંમત 22 રૂપિયાથી વધીને 23 રૂપિયા થઈ છે.
400 ગ્રામના પેકેટની કિંમત 34 રૂપિયાથી વધારીને 35 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે 1 કિલોના પેકેટની કિંમત 72 રૂપિયાથી વધીને 75 રૂપિયા થઈ ગઈ છે. સૌથી મોટો વધારો 1 કિલોના બકેટમાં જોવા મળ્યો છે, જેની કિંમત 100 રૂપિયાથી વધારીને 110 રૂપિયા કરવામાં આવી છે.
આ પણ વાંચો: આંખમાં આંસુ લાવી દે તેવો Video: મેટ્રો નીચે ફસાયેલા વ્યક્તિને લોકોએ આ રીતે બચાવ્યો!
અમૂલ મસ્તી દહીંના નવા ભાવ:
પેકનું કદ | જૂની કિંમત (₹) | નવી કિંમત (₹) |
---|---|---|
200 ગ્રામ | 18 | 19 |
200 ગ્રામ (બકેટ) | 22 | 23 |
400 ગ્રામ | 34 | 35 |
1 કિલો | 72 | 75 |
1 કિલો (બકેટ) | 100 | 110 |
ભાવ વધારાનું કારણ અને આગળની શક્યતાઓ
દૂધના ભાવ વધારા પાછળ વધતા ઉત્પાદન ખર્ચને જવાબદાર ગણાવતા ફેડરેશને હવે દહીંના ભાવમાં પણ વધારો કર્યો છે. દહીંના ભાવ વધારા બાદ હવે અન્ય ડેરી પેદાશોના ભાવોમાં પણ વધારો થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
આ પણ વાંચો:
- આયુષ્માન કાર્ડ મેળવવા માટે, ઘરે બેઠા માત્ર 5 મિનિટમાં તમારા મોબાઈલથી ઓનલાઈન અરજી કરો
- BSNL એ શાનદાર પ્લાન લૉન્ચ કર્યો, 108 રૂપિયાના પ્લાનમાં આ અદ્ભુત સુવિધાઓ ઉપલબ્ધ છે
- ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસના આવ્યા મોટા સમાચાર: Bhavnagar-Sabarmati Intercity Express
- સોનાના ભાવમાં ધીમે ધીમે વધારો થવા લાગ્યો, જાણો નવીનતમ ભાવ અહીંથી
- HDFC બેંક ડેટા એન્ટ્રી ઓપરેટર 12મું પાસ ભરતી, અહીં અરજી કરો