Driving license Renew: જો ડ્રાઇવિંગ લાઇસન્સ ની વેલિડિટી સમાપ્ત થઈ ગઈ છે, તો આ રીતે તમે ઘરે બેસીને રિન્યૂ કરી શકો છો

Driving license Renew: નમસ્કાર મિત્રો, જો તમારી પાસે ટુ વ્હીલર અથવા તો થ્રી વ્હીલર કે ફોરવીલર વાહન છે. તો તમારી પાસે તે વાહનનું લાયસન્સ હશે. તમને જણાવી દઈએ કે જો તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ નો સમય સમાપ્ત થઈ ગયો છે તો તેને રીન્યુ કરાવવા માટે સરકાર 30 દિવસ સુધીનો સમય આપે છે. અને જો તમે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ ની રીન્યુ કરવામાં વધારે સમય લગાડો છો તો તમારે ફાઈન ભરવું પડે છે. આજના આ લેખ દ્વારા અમે તમને લાયસન્સ કેવી રીતે રિન્યૂ કરવું તેના વિશે માહિતી આપીશું. અમે તમને કેટલીક પ્રક્રિયા જણાવીશું જેને તમે પૂર્ણ કરી સરળતાથી ઘરે બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કરી શકો છો.

સરકાર દ્વારા મળે છે 30 દિવસનો સમય 

કોઈપણ વાહન ધરાવનાર માટે તે વ્હીકલ નું ડ્રાઇવિંગ લાઇસન્સ કે એક જરૂરી દસ્તાવેજ હોય છે. અને જો તમારું આ ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયર થઈ ગયું છે તો તેને રીન્યુ કરાવવું ફરજિયાત છે.

Read More- Business idea: માત્ર ₹ 10, 000મા શરૂ કરો આ બિઝનેસ, કમાણી થશે મહિને ₹ 40,000, જાણો વિગતવાર

જો તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ ની વેલિડિટી પૂરી થઈ ગઈ છે તો સરકાર તેને રીન્યુ કરાવવા માટે 30 દિવસનો સમય આપે છે. અને જો તેના કરતાં વધારે સમય લાગે છે તો તમારે ફાઈન ભરવો પડે છે. લાયસન્સને રિવ્યુ કરવા માટે અમે કેટલીક પ્રક્રિયા જણાવી છે જે નીચે મુજબ છે.

 ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યુ કરવાની પ્રક્રિયા

  • સૌપ્રથમ પરિવહન મંત્રાલયની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ તેની લીંક નીચે આપેલી છે.
  • અહીં તેના હોમપેજ પર Online Setvice ના ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં તમને ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ સર્વિસેસ નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • અહીં પોતાના રાજ્યની પસંદગી કરો તેના પછી નવું પેજ ખુલશે.
  • જ્યાં તમને એપ્લાય ફોર ડીએલ રીન્યુઅલ નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં કેટલીક માંગવામાં આવેલી માહિતી ભરો.
  • છેલ્લે પ્રોસિડ કરો.
  • હવે તેના પછી કેટલાક સ્ટેપ તમારે ફોલો કરવા પડશે તેના પછી છેલ્લે ફાઈનલ સબમીટ બટન પર ક્લિક કરો.
  • નવું રીન્યુ થયેલ ડ્રાઇવિંગ લાઇસન્સ તમારે એડ્રેસ પર મોકલી દેવામાં આવશે.

નોંધ : જો તમારી ઉંમર 40 વર્ષ કરતાં વધારે છે તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ એપ્લિકેશન ફોર્મ 1A ભરીનેસ ડોક્ટર પાસે સર્ટિફાઇડ કરાવવું પડશે. આ એપ્લિકેશન ફોર્મ ને તમે પરિવહન વિભાગની ઓફિશિયલ વેબસાઈટ થી ડાઉનલોડ કરી શકો છો.

Read More- Nagarpalika Recruitment: ગુજરાત નગરપાલિકા સીટી મેનેજરના પદ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ- 7 જુલાઇ 2024

Leave a Comment