રેલ્વેમાં થયો મહાગોટાળો! સિગ્નલની એક ભૂલ… અને ટ્રેન ગઈ ખોટા રસ્તે – Train Signal Error

Train Signal Error: શનિવારની સવારે 11.15 વાગ્યે વડાલા રોડ રેલવે સ્ટેશને ગોરેગામ જતી ટ્રેનને ભૂલથી વાશી તરફ જતી લાઈનનું સિગ્નલ મળતા અફડાતફડી મચી ગઈ. આ ભૂલને કારણે લગભગ 30 મિનિટ સુધી હાર્બર લાઈન પર ટ્રેનોની અવરજવર ખોરવાઈ હતી.

શું બન્યું હતું ?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ટ્રેન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) થી ગોરેગામ જવા માટે નીકળી હતી અને વડાલા સ્ટેશને તેને ગોરેગામ જતી લાઈન પર જવાનું સિગ્નલ મળવાને બદલે વાશી તરફ જતી લાઈનનું સિગ્નલ મળ્યું હતું. સદનસીબે ટ્રેનના ગાર્ડની સતર્કતાને કારણે આ ભૂલ ધ્યાને આવી અને તેમણે તાત્કાલિક ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી દીધી. ત્યારબાદ ટ્રેનને પાછળ લઈ જઈને તેને યોગ્ય રીતે ગોરેગામ જતી લાઈન પર વાળવામાં આવી.

પરિણામ

આ ઘટનાને કારણે વાશી જતી એક ટ્રેન રદ કરવી પડી હતી અને CSMT અને વડાલા વચ્ચે હાર્બર લાઈનની ટ્રેનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી.

Read More: રેલવેમાં મોટો ફેરફાર: 14 જૂન સુધી 14 ટ્રેનો રદ, 50 ટ્રેનોને અસર

તપાસ અને કાર્યવાહી

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સ્ટેશન માસ્ટર પાસે યોગ્ય સમયપત્રક ન હોવાથી તેમણે આ ભૂલ કરી હતી. જોકે, રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટરમેનની પણ આ બાબતે જવાબદારી બને છે કેમ કે ખોટી લાઈનનું સિગ્નલ મળ્યા છતાં તેણે ટ્રેન આગળ વધારી હતી.

આ ઘટના બાદ વડાલા સ્ટેશનના સ્ટેશન માસ્ટરને મેમો આપવામાં આવ્યો છે અને રેલવે વિભાગ દ્વારા આ ઘટનાની સંપૂર્ણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Read More: જૂનાગઢ જિલ્લાના રેલવે સ્ટેશનો પરથી પસાર થતી ટ્રેનો દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત 

Leave a Comment