GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિસિયલ નોટિફિકેશન તેમને સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા 154 પદો માટે ભરતીનું આયોજન કરેલું છે જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશેની માહિતી આપીશું.
પોસ્ટનું નામ અને પદોની સંખ્યા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ. નીચે મુજબના પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. જુદા જુદા કુલ 154 પદો માટે ભરતી નું આયોજન કરેલું છે.
- આસિસ્ટન્ટ બાઈન્ડર, વર્ગ-૩: 66
- આસીસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩: 70
- કોપી હોલ્ડર, વર્ગ-૩: 10
- પ્રોસેસ આસીસ્ટન્ટ, વર્ગ- 3: 03
- ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વર્ગ-૩: 05
વય મર્યાદા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત આ ભરતી અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉમર કેટલી છે તેની માહિતી આપેલી નથી પરંતુ મહત્તમ ઉંમર 45 વર્ષ રાખવામાં આવેલી છે. આ વય મર્યાદામાં આવતા ઉમેદવાર ભરતીમાં અરજી કરી શકે છે.
શૈક્ષણિક લાયકાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયક પદ મુજબ જુદી-જુદી રાખવામાં આવેલી છે. જે કોઈ ઉમેદવાર આ શૈક્ષણિકતા ધરાવતું હશે તે ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માથી મેળવી શકો છો.
અરજી ફી
આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા વર્ગના ઉમેદવાર માટે અરજી ફી રાખવામાં આવેલી છે. અને આ અરજી ફી તમારે ઓનલાઇન માધ્યમમાં ચૂકવવાની રહેશે.
- સામાન્ય વર્ગના ઉમેદવારો માટે રૂપિયા- 500
- બીજા તમામ વર્ગના ઉમેદવાર માટે ₹400
મહત્વપૂર્ણ તારીખ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી નું આયોજન કરેલું છે જેમાં અરજી કરવાની શરૂઆત 16 એપ્રિલ 2024 થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
પગારધોરણ
જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં પસંદગી પામશે તેમને સરકારના નિયમ મુજબ માસિક રૂપિયા 26,000 પગાર ધોરણ ચૂકવવામાં આવશે.
અરજી પ્રક્રિયા
- ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- સૌપ્રથમ તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
- ભાઈ તમને આ ભરતી નું એપ્લિકેશન મળશે તેમાં માંગવામાં આવેલી માહિતી પર અને તેની સાથે જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- હવે સબમીટ બટન પર ક્લિક કરો. આ રીતે તમારું આ ભરતીનુ એપ્લિકેશન ફોર્મ ભરાઈ જશે.
GSSSB Recruitment 2024 – Apply Now