Gujarat Govt Clerk Bharti : નમસ્કાર મિત્રો, ગુજરાતમાં સરકાર દ્વારા ક્લાર્કની ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે.
20 માર્ચ 2024 ના રોજ આ ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન બહાર કાઢવામાં આવેલ છે. જેમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.
Gujarat Govt Clerk Bharti
સંસ્થાનું નામ | રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા |
પોસ્ટ | ક્લાર્ક |
અરજીની છેલ્લી તારીખ | 18 એપ્રિલ 2024 |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://www.nioh.org/ |
Read More- ધો.12 પાસ છો? કોલેજમાં છો? તો પોલીસની પરીક્ષા આપવાની તક ચૂકશો નહિ! – 12th Pass Bharti in Gujarat
પોસ્ટનું નામ
રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અપર ડિવિઝન ક્લાર્ક અને લોવર ડિવિઝન ક્લાર્ક વગેરે પદો માટે ભરતીનું આયોજન કરેલું છે. જેમા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
વય મર્યાદા | age limit
રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા દ્વારા આયોજિત આ ભરતીમાં ઉમેદવારે અરજી કરવા માટે ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને માતમ 27 વર્ષ રાખવામાં આવેલી છે. આ ઉંમર મર્યાદા ધરાવતા ઉમેદવાર ભરતીમાં અરજી કરી શકે છે. સરકાર ના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને ભરતીમાં અરજી કરવા માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
NIOH ની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેરવાની શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે. જેમાં અપાર ડિવિઝન ક્લાર્ક માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન અને લોવર ડિવિઝન ક્લાર્ક માટે શૈક્ષણિક લાયકાત 12 મુ ધોરણ પાસ રાખવામાં આવેલી છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોય અને શાળામાંથી 12 મુ ધોરણ પાસ કરેલું હોય તેવા ઉમેદવાર ભરતીમા અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.
મહત્વપૂર્ણ તારીખ
20 માર્ચ 2024 ના રોજ રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. જેમાં ભરતીમાં અરજી કરવાની શરૂઆત 20 માર્ચ 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ
સૌપ્રથમ લેખિત પરીક્ષાને લેવામાં આવશે તેના પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને જે તે ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે. જે કોઈ ઉમેદવારની પસંદગી થાય છે તેમને સંસ્થા દ્વારા નીચે મુજબ માસિક બગાડ ધોરણ ચૂકવવામાં આવશે.
- અપાર ડિવિઝન ક્લાર્ક- રૂપિયા 25,500 થી 81,100
- લવર ડિવિઝન ક્લાર્ક-રૂપિયા 19,900 થી 63,200
જરૂરી દસ્તાવેજ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- ચૂંટણી કાર્ડ
- ડિગ્રી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સિગ્નેચર
- જાતિનો દાખલો
- અન્ય જરૂરી દસ્તાવેજ
અરજી પ્રક્રિયા
- આ ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે.
- સૌપ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે જેની લીંક નીચે આપેલી છે.
- અહીં તમને આ ભરતી નું એપ્લિકેશન ફોર્મ મળશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો.
- માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો છેલ્લે સબમીટ બટર પર ક્લિક કરો.
- આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.
Clerk Gujarat Govt Job 2024 – Apply Now
Official Notification- Click Here
Read More- 12th Pass Recruitment 2024: ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ગ્રુપ સીમાં 12 પાસ માટે ભરતી