સુરત સ્ટેશનથી શરૂ કરવામાં આવી નવી પહેલ શરૂ, હવે ચામાં કટિંગ નહીં ચાલે – Surat Railway Station

Surat Railway Station: સામાન્ય રીતે, ચા કટિંગ હોય કે ફુલ, કપમાં ચાની માત્રામાં ખાસ ફરક જોવા મળતો નથી. આ સમસ્યાનું સમાધાન શોધવા રેલવેએ એક નવી પહેલ શરૂ કરી છે, જેની શરૂઆત ગુજરાતના સુરત રેલવે સ્ટેશનથી જતી ટ્રેનોથી થઈ રહી છે.

હવેથી, પેન્ટ્રી કાર કોચમાંથી આપવામાં આવતા ચાના કપ પર જ ચાની ચોક્કસ માત્રાની માહિતી છપાયેલી હશે. આ પહેલ પાછળનો હેતુ એ છે કે મુસાફરોને ચાની ચોક્કસ માત્રાની જાણકારી મળે અને તેમને પૂરતી ચા મળી રહે તે નક્કી થાય. IRCTC દ્વારા સુરતથી ચાલતી ટ્રેનોમાં આ નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Table of Contents

150 મિલી ચા, 170 મિલીનો ગ્લાસ

પેન્ટ્રી કાર કોચમાંથી આપવામાં આવતી ચા 150 મિલીની હોવી જોઈએ અને તેને 170 મિલીની ક્ષમતાવાળા ગ્લાસમાં પીરસવી જોઈએ. આમ, 20 મિલીની જગ્યા ગ્લાસને પકડવા માટે બાકી રહે છે.

Read More: સરકારના નિર્ણયે સૌને ચોંકાવી દીધા, સોલાર કુકરના ભાવ વધશે નિશ્ચિત, જાણો વિગત

સુરતથી શરૂઆત, અન્ય ટ્રેનોમાં પણ અમલ

આ પહેલની શરૂઆત સુરત સ્ટેશનથી થઈ છે અને હવે તાપ્તી ગંગા સહિત સુરતમાંથી પસાર થતી અન્ય મેલ એક્સ્પ્રેસ ટ્રેનોની કેટરિંગ સેવાઓની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

ગ્રાહકના હિતમાં સુવિધા

આ ઉપરાંત, ચાના ગ્લાસ પર એક સૂચના પણ છપાયેલી હશે: “બિલ નહીં મળે તો પેમેન્ટ કરવું નહીં અને આ પ્રકારની ઘટનામાં 139 પર ફરિયાદ કરવાની રહેશે.”

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ પહેલ મુસાફરોના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું છે અને આશા છે કે તે અન્ય રેલવે સ્ટેશનો પર પણ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે.

Read More: SC, ST અને OBC વિદ્યાર્થીઓને મળશે ₹5000 ની સ્કોલરશીપ! જાણો કેવી રીતે

Leave a Comment