Tar Fencing Yojana 2024: પોતાના ખેતરની ફરતે તારની વાડ કરવા ગૂજરાત સરકારની આ યોજનાથી મળશે સહાય

Tar Fencing Yojana 2024: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ આપણો ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે અને જો આપણે. જો દેશનો ઉદ્ધાર કરવો હશો તો ખેડૂતોનો સૌથી પહેલાં ઉદ્ધાર કરવો પડશે. જેને ધ્યાનમાં રાખીને માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજી ખેડૂતો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એક મહત્વની યોજના છે જેના દ્વારા આપણા દેશના ખેડુતોને ઘણા બધા લાભ આપવામા આવે છે.

તમને જણાવી દઈએ કે હાલના સમયમાં ગૂજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ પણ ખેડૂતો કલ્યાણ માટે ઘણા બધા કર્યો કરી રહ્યા છે. જેમાં સરકાર ikhedut Portal પર નાગરિકોને સહાય આપવા માટે યોજના બહાર પાડેલ છે. જેમાં તાર ફેન્‍સીંગ સહાય યોજના પણ છે આજનાં આ લેખ દ્વારા અમે તમને સરકારની ખેડુતો માટેની આ યોજના વિશે માહિતી આપીશું.

તાર ફેન્સીંગ યોજનાનો ઉદ્દેશ

આપણે જાણીએ છીએ તેમ, ખેતરમા ખેતી કરતા ખેડૂતો પોતાના ઉભા પાકને રોઝ, ભૂંડ તથા જંગલી પ્રાણીઓથી બચાવવા માટે ગૂજરાત સરકાર દ્વારા આ યોજના બહાર પાડેલી છે. જેમાં જેમાં ખેડુતોના ખેતરને ફરતે લોખંડની કાંટાવાળી વાડ બનાવવાની રહેશે. સરકાર દ્વારા ખેડૂતને કાંટાવાળી વાડ બનાવવા માટે 2 હેક્ટર જમીન હોય તેવા ખેડૂતને પણ ખેતર ફરતે રનિંગ મીટર દીઠ ₹ 200 અથવા કુલ ખર્ચના 50% બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવે છે. જેથી ખેડૂત પોતાના ખેતર ફરતે કાંટાવાળી વાડ બનાવી પોતાના પાકનું રક્ષણ કરી શકે છે.

પાત્રતા | Eligibility

  • સરકારની આ યોજનાનો લાભ લેનાર લાભાર્થી ખેડૂત ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
  • ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ.
  • આ યોજનાનાં અરજદાર પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર વિસ્તાર ધરાવતી જમીન ધરાવતા ખેડૂત આ યોજનાનો લાભ લેવા અરજી કરી શકે છે.
  • ખેડૂત દ્વારા અગાઉ તાર ફેન્સિંગ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ જે-તે સર્વે નંબરમાં માત્ર એક વખત મળવાપાત્ર રહેશે.
  • અરજદાર ખેડૂતે 7-12 તથા 8-અ ની નકલ રજુ કરવાની રહેશે.
  • સરકાર દ્વારા નક્કી કરાયેલ ડિઝાઈન તથા ધારા-ધોરણો (સ્પેશિફિકેશન ) મુજબની વાડ બનાવવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કર્યેથી સહાયની પુર્વ મંજૂરી મળ્યા બાદ ખેડૂત દ્વારા ખેતર ફરતે કાંટાવાળી વાડ બનાવવાની કામગીરી 120 દિવસમાં પુરી કરવાની રહેશે.

Read More –

તાર ફેન્સીંગ યોજનાના નિયમો | Tar Fencing Yojana 2024

  • આ યોજના હેઠળ સબંધિત જિલ્લાના લક્ષ્યાંક મુજબ વહેલા તે પહેલા ધોરણે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
  • તાર ફેન્‍સીંગ યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂત / ખેડૂતોના જૂથ માટે એક કલસ્ટર બનાવી શકાશે.એક કરતા વધુ ખેડૂત સાથે સામુહિક અરજી કરી શકશે.
  • જેમાંથી એક ખેડૂતને જુથ લીડર બનાવવાનો રહેશે.અરજદાર ખેડૂતો પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન હોવી જોઈએ.
  • ઓનલાઈન અરજી કર્યા પછી 10 દિવસમાં જૂથના તમામ ખેડૂતોએ 7-12 તથા 8-અ ની નકલ, નિયત નમૂનાનું કબુલાતનામું તથા જૂથ લીડરને સહાય ચુકવાણું કરવા માટેનું સ્વધોષણાપત્ર જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીને રજુ કરવાનું રહેશે.
  • અરજી કરનાર ખેડૂત/ખેડૂત જૂથ લીડરે તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ થયા બાદ, સમાનના ખરીદીના GST વાળા બીલ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ સહીત જિલ્લા ખેતીવાડી અધીકારીશ્રીની કચેરી ખાતે ક્લેમ જમા કરાવાનો રહેશે.
  • વાડ બનાવ્યા પછી તેની જાણવણીની જવાબદારી ખેડૂત દ્વારા સ્વ ખર્ચે કરવાનું રહેશે.

તાર ફેન્સીંગ યોજનામાં મળતા લાભ

  • ગૂજરાત સરકારની ખેડૂતો માટેની આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડુતો પાસે ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તારની જમીન હોવી જોઈએ.
  • પોતાની ખેતરની જમીનમાં તારની વાડ બનાવવા રનિંગ મીટર પ્રમાણે 200 સુધી લાભ મળશે.
  • આ યોજનામાં ખેડૂતોને 200 રનિંગ મીટર જમીન વિસ્તાર સુધી લાભ મળશે. અથવા ખર્ચના 50 ટકા બન્નેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય અપાયછે.

યોજનામાં અરજી કરવા જરૂરી દસ્તાવેજ | important Documents

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે જાતિનો દાખલો
  • જો વિકલાંગ હોય તો તેનું સર્ટિફિકેટ
  • ઉમેદવારની જમીનના 7/12 અને 8- અ ના ઉતારા
  • દૂધ સહકારી મંડળીમાં સભ્ય હોય તો તેની વિગત
  • ઉમેદવારની બેંક પાસબુક

તાર ફેન્સીંગ યોજના અરજી પ્રક્રિયા | Tar Fencing Yojana 2024

ખેડૂતોએ સરકારની આ યોજનાનો લાભ લેવા આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અથવા તો ખેડૂત પોતાના ગ્રામ પંચાયત દ્વારા પણ આ યોજનાનો લાભ લેવા અરજી કરી શકે છે. પોતાના જિલ્લાની તાલુકા કચેરી દ્વારા પણ તેઓ ઓનલાઈન ફોર્મ મેળવી અરજી કરી શકે છે. જેની પ્રક્રિયા નીચે મૂજબ છે.

  • સૌ પ્રથમ આઇ ખેડૂત પોર્ટલની ઑફિષિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહિ તેના હોમ પેજ પર યોજનાના ઓપ્શન પર ક્લિક કરો.
  • અહિ તેમાં ખેતીવાડી યોજના આપેલી હશે તેના પર ક્લીક કરો.
  • અહિ તમને તાર ફેંસિંગ યોજના/ તારની વાડ યોજના આપેલી હશે તેના પર ક્લિક કરો.
  • હવે અહિ અરજી કરો ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • હવે તમાંરો મોબાઇલ નંબર અને આધારકાર્ડ નંબર દાખલ કરી સબમિટ કરો.
  • હવે આ યોજનાનું એપ્લિકેશન ફોર્મ ભરો.
  • ઓનલાઈન અરજી કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  • આ અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

Tar Fencing Yojana 2024 – Apply Now

Read More –

1 thought on “Tar Fencing Yojana 2024: પોતાના ખેતરની ફરતે તારની વાડ કરવા ગૂજરાત સરકારની આ યોજનાથી મળશે સહાય”

Leave a Comment