JMC bharti 2024: નમસ્કાર મિત્રો, જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા કુલ 44 પદો પર ભરતીનું આયોજન કરેલું છે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 3 એપ્રિલ 2024 છે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.
પોસ્ટનું નામ અને પદોની સંખ્યા
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને લેબર ઓફિસર, ઓફિસ એકાઉન્ટન્ટ,કેમિસ્ટ, સેનિટેશન સુપ્રીડેન્ટન્ટ, સિનિયર ક્લાર્ક તથા જુનિયર ક્લાર્ક વગેરે પદો માટે ભરતી નું આયોજન કરેલું છે.
જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા કુલ 44 પદો પર પડતીનું આયોજન કરેલું છે. અને આ ખાલી પદોની સંખ્યા નીચે મુજબ છે.
- ઓફિસ સુપ્રી સુપ્રીટેન્ટેન્ટ- 03
- આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને લેબર ઓફિસર-02
- સેનિટેશન સુપ્રીટેનડેન્ટ-02
- કેમિસ્ટ-02
- સબ એકાઉન્ટન્ટ- 04
- સિનિયર ક્લાર્ક-09
- જુનિયર ક્લાર્ક-22
શૈક્ષણિક લાયકાત | education qualification
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. અને આ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જુદા જુદા કુલ 44 પદો પર ભરતીનું આયોજન કરેલું છે. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.
પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ
જે કોઈ ઉમેદવાર જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી માટે તેના અભ્યાસ અને અન્ય માપદંડના આધારે મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે. તેમજ જે ઉમેદવારોને આ યાદીમાં નામ હશે તેમને લેખિત પરીક્ષા આપવાની રહેશે.
જે કોઈ ઉમેદવારની આ ભરતીમાં પસંદગી થશે તેમને સરકારના નિયમ મુજબ માસિક ₹19,900 થી લઈ ₹63, 200 સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખ | important Dates
આ ભરતીની નોટિફિકેશન 13 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવેલી છે. જેમાં અરજી કરવાની શરૂઆત 14 માર્ચ 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 3 એપ્રિલ 2024 રાખેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
જરૂરી દસ્તાવેજ | important Documents
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- ચૂંટણી કાર્ડ
- માર્કશીટ
- લિવિંગ સર્ટિફિકેટ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- જાતિના દાખલો
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સિગ્નેચર
- અન્ય જરૂરી દસ્તાવેજ
જુનાગઢ મહાનગરપાલિકા ભરતી અરજી પ્રક્રિયા | JMC requirement 2024
- આ ભરતીમાં ઓનલાઇન મધ્યમાં અરજી કરવાની રહેશે.
- અરજી કરવા માટે સૌપ્રથમ તેમની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
- અહીં તમને આ ભરતી ની નોટિફિકેશન મળશે તેમાં આપવામાં આવેલી માહિતી વાંચો.
- હવે એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો.
- તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો.
- બટન પર ક્લિક કરો.
- આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.
JMC requirement 2024 – Apply Now