6 કલાકમાં 12 ઈંચ, ભારે વરસાદના કારણે શાળાઓમાં રજા જાહેર

Heavy rainfall, ભારતની આર્થિક રાજધાની, મોડી રાતથી પડી રહેલા અતિભારે વરસાદના કારણે જળબંબાકાર થઈ ગઈ છે. શહેરનું જનજીવન ખોરવાઈ ગયું છે અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અને રેલવે સ્ટેશનોના પાટા ડૂબી જવાથી ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે.

6 કલાકમાં 11-12 ઈંચ વરસાદ | Heavy rainfall

છેલ્લા 6 કલાકમાં મુંબઈમાં અંદાજે 11-12 ઈંચ (300 મિમી) વરસાદ ખાબક્યો છે, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે.

Read More: લાખો પેન્શનરો માટે મોટા સમાચાર! આ કામ તાત્કાલિક કરો નહીંતર પેન્શન બંધ થઈ જશે

રેલવે અને બસ વ્યવહાર ખોરવાયો

મુંબઈ રેલવે વિભાગે અનેક ટ્રેનો રદ કરી છે, ખાસ કરીને પુણે-મુંબઈ રૂટ પર દોડતી ટ્રેનો. બસ વ્યવહારને પણ માઠી અસર થઈ છે અને અનેક રૂટ બદલવા પડ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ, કુર્લા, વિક્રોલી અને ભાંડુપ જેવા મુખ્ય રેલવે સ્ટેશનો પર પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

શાળા-કોલેજોમાં રજા જાહેર

બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ તમામ BMC, સરકારી અને ખાનગી શાળા-કોલેજોમાં પ્રથમ સત્ર માટે રજા જાહેર કરી દીધી છે.

આગળ શું?: હાલમાં મુંબઈમાં વરસાદ ચાલુ છે અને આગામી સમયમાં પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. નાગરિકોને ઘરમાં રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. વહીવટી તંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે.

Read More: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે: ‘ડાન્સિંગ હાઈવે’ અને વાહનચાલકોનો રોષ

Leave a Comment